બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચનને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ

બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચનને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ

Share with:


બોલિવૂડના મહાનાયક અને અત્યંત પ્રતિભાશાળી કલાકાર અમિતાભ બચ્ચનને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ, અમિતાભ બચ્ચનને બોલિવૂડના શહેનશાહ તરીકે ઓળખવામાં આવે છે. આજે તેમનો જન્મદિવસ છે ત્યારે તેમના ફેન્સ અને બોલિવૂડના અન્ય સેલિબ્રિટી શુભકામનાઓ પાઠવી રહ્યા છે. અભિષેક બચ્ચને પણ પિતાને જન્મદિવસની શુભકામનાઓ પાઠવી છે.અભિષેકે સોશિયલ મીડિયા પર અમિતાભ બચ્ચનની તસવીરોનો વીડિયો શેર કર્યો છે. અભિષેકે વીડિયોની સાથે લખ્યું છે કે, મારા હીરો, મારી મૂર્તિ, મારા મિત્ર, મારા પિતા! જન્મદિવસની શુભકામના પપ્પા અમિતાભ બચ્ચનની ઉંમર ભલે 79 વર્ષ થઈ ગઈ હોય, પરંતુ તે હજી પણ કામમાં પરોવાયેલા રહે છે. અમિતાભ બચ્ચન અનેક ફિલ્મો, જાહેરાખબરોમાં કામ કરે છે. આટલુ જ નહીં, અત્યારે તે કૌન બનેગા કરોડપતિની 13મી સીઝન પણ હોસ્ટ કરી રહ્યા છે.

Share with:


શુભેચ્છા-અભિનંદન